સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જળસંચય માટે ચેકડેમોનું અભિયાન

Featured Video Play Icon
Spread the love

સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જળસંચય માટે ચેકડેમોનું અભિયાન
ત્રિદિવસીય જલકથા અંગે સુરતમાં પત્રકાર પરિષદ
ડો. કુમાર વિશ્વાસની ત્રણ દિવસીય જલકથા અપને અપને શ્યામ

સુરતના કતારગામ ખાતે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જળસંચય માટે ચેકડેમો ઉંડા કરવા, રીપેર કરવા સહિતની કામગીરી માટે યોજાનાર ત્રિદિવસીય જલકથા અંગે સુરતમાં પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી.

સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જળસંચય માટે ચેકડેમો ઊંડા ઉતારવા, રીપેર કરવા, ઊંચા કરવા, નવા બનાવવા તેમજ બોર-કુવા રીચાર્જ, ખેત તલાવડી, સોર્સ ખાડા વગેરે જેવા જળસંચયના 1 લાખ 11 હજાર 111 સ્ટ્રકચરોના કાર્યો પૂર્ણ કરવાના સંકલ્પ સાથે રાજકોટમાં કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળસંચયના કાર્યોને વેગ આપવા માટે અને જળસંચય ક્ષેત્ર જાગૃતિ લાવવા માટે વિશ્વપ્રસિદ્ધ કવિ, તત્વચિંતક અને કથાકાર ડો. કુમાર વિશ્વાસની ત્રણ દિવસીય જલકથા અપને અપને શ્યામ કી નું આયોજન કરાનાર છે. તો આ કથા આગામી ૧૫, ૧૬ અને ૧૭ ડિસેમ્બર દરમિયાન રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે દરરોજ રાત્રે ૭ થી ૧૨ દરમિયાન યોજાશે જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *