સુરતમાં એબીવીપી દ્વારા વિરોધ કરાયો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં એબીવીપી દ્વારા વિરોધ કરાયો
હોસ્ટેલનુ ઈનોવેશન કરવા માટે 300 સ્ટુડન્ટ્સને બહાર કઢાતા વિરોધ કરાયો
એબીવીપીએ યનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરી વીસીને રજૂઆત કરી

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ખાતે હોસ્ટેલનુ ઈનોવેશન કરવા માટે 300 જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને બહાર કઢાતા એબીવીપી દ્વારા વિરોધ કરાયો હતો.

સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ કરાયો હતો. એબીવીપી દ્વારા જણાવાયુ હતુ કે યુનિવર્સિટીના હોસ્ટેલ માંથી 300 જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને બહાર કાઢવામાં આવ્યા છે. હોસ્ટેલનું ઈનોવેશન કરવાના હોવાથી વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને બહાર કાઢવામાં આવ્યા છે. જો કે વિદ્યાર્થીઓને પીજીની હોસ્ટેલમાં 1 મહિનાનું માત્ર 8000 ફીસ છે જ્યારે યુનિવર્સિટીના હોસ્ટેલનું 6 મહિનાની રૂપિયા 3600 ફીસ છે. જેથી આ બાબત યોગ્ય ન હોવાથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરી યુનિવર્સિટીના વીસીને રજૂઆત કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *