સુરત પાલિકાના મેયરએ ગજેરા જંકશનની મુલાકાત લીધી
આગામી ડિસેમ્બર માસ સુધીમાં બ્રીજની કામગીરી પૂર્ણ કરવા અલ્ટિમેટમ
ટ્રાફિક જામની સમસ્યાનો લોકો કરી રહ્યાં છે સામનો
સુરત મહાનગર પાલિકાના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણીએ ગજેરા જંકશન પાસેના ફ્લાય ઓવર બ્રિજ મુદ્દે સ્થળ મુલાકાત લઈ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.
સુરતમાં ટોક ઓફ ધી ટાઉન બનેલા ગજેરા જંકશનની મેયરે મુલાકાત લીધી હતી. સુરતના ગજેરા જંક્શન પાસેના ફ્લાય ઓવર બ્રિજ મુદ્દે મેયર દક્ષેશ માવાણીએ સ્થળ મુલાકાત લીધી હતી. ગજેરા જંકશન પર છેલ્લા ત્રણ વર્ષથી ફ્લાય ઓવર બ્રિજનું માંડ 50 ટકા કામ થયું છે. અને આગામી 7 મહિનામાં સંપૂર્ણ કામગીરી પૂરી કરવાનું અલ્ટિમેટમ અપાતા તર્કવિતર્કનો દોર શરૂ થયો છે. મેયર દક્ષેશ માવામીએ ઈજારદાર અને બ્રિજ સેલના અધિકારીઓ સાથે સ્થળ પર કામગીરીની સમીક્ષા કરી હતી અને ડિસેમ્બર 2025 સુધીમાં સુધીમાં ફ્લાય ઓવર બ્રિજ બનાવી દેવાનો કડક શબ્દોમાં આદેશ કર્યો હતો.