રાજકોટમાં વીએચપીના નેતાના નિવેદન બાદ ગરમાયું રાજકારણ.
ધર્મેન્દ્ર ભાવાણીના નિવેદન પર કોંગ્રેસના નેતાનું નિવેદન.
”નકલી હિન્દુ નેતા જ હિન્દુ માટે આવા નિવેદનો કરી શકે’
રાજકોટમાં નવરાત્રિ દરમિયાન થયેલી બબાલ બાદ કોંગ્રેસના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને વિશ્વ હિન્દુ પરિષદ સામસામે આવ્યું છે. વીએચપી નેતા ધર્મેન્દ્ર ભાવાણીને ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કરારો જવાબ આપ્યો છે.
રાજકોટમાં રાવણ દહનમા વી.એચ.પીના નેતા ધર્મેન્દ્ર ભાવાણીના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત કાર્યક્રમમાં વીએચપી નેતા ધર્મેન્દ્ર ભાવાણીએ ઈન્દ્રનીલ રાજ્યગુરૂ અને જિગ્નેશ મેવાણી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, જો આ નેતાઓને મુસ્લિમોથી પ્રેમ હોય તો તેની પાછળ ખાન લગાવી દે. દેશમાં તેઓ જીતી શકે છે કારણ કે હિન્દુઓની જનસંખ્યા 100 કરોડ છે. જો તેમનામાં તાકાત હોય તો કશ્મીર ઘાટી અને મુસ્લિમ બહુમતી વિસ્તારમાં જઇને ચૂંટણી જીતી બતાવે. મુસ્લિમો નવરાત્રિમાં એકલા આવે છે તેના મહિલાઓને સાથે લાવે તો સાચું કહેવાય. આમ, ‘150 મુસ્લિમ મારી સાથે છે…’ તેવા ઇન્દ્વનીલ રાજ્યગુરૂના નિવેદનમાં પણ પ્રહારો કર્યા હતા. ત્યારે તેના જવાબમાં ધર્મેન્દ્ર ભાવાણીએ સળગતા સવાલો કર્યા હતા. જેનો જવાબ આજે ઈન્દ્રનીલ રાજ્યગુરુએ આપ્યો છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુએ ભાજપ અને વીએચપી પર પ્રહારો કરતા કહ્યું કે, નકલી હિન્દુ નેતા જ હિન્દૂ માટે આવા નિવેદનો કરી શકે છે. આ ભાજપની આ બી ટીમ છે, જે ઉઘરાણા કરી પોતાના ગુજરાન ચલાવે છે. શું આ ટીમ મોદીને ખાન કહેશે, આ એક ગુંડા ટોળકી છે. ભાજપ આવા લોકોને પ્રોત્સાહન આપે છે. આ ટોળકી ગાયોના નામે ઉઘરાણા કરે છે. મોદી સરકારમાં સૌથી વધુ ગૌ માંસની નિકાસ થાય છે. આ ટોળકીને તકલીફ પડે ત્યારે આવું કરે છે આ ટોળકીને મેં ખુલી પાડીને નબળી પુરવાર કરી છે.
રાજકોટની નીલ સિટી ક્લબમાં વિધર્મીઓના પ્રવેશ મુદ્દે વિવાદ થયો છે. વિશ્વ હિન્દુ પરિષદના ચેકિંગ દરમિયાન ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ વિહિપના સભ્યોને ‘ભાજપના માણસો’ ગણાવ્યા, અને અહીં ૧૫૦ વિધર્મીઓ છે’ તેવું કહીને સામનો કરવાનો પડકાર ફેંક્યો હતો….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
