હિંમતનગરમાં HUDAને ‘અસૂર’ ગણાવી તેના પૂતળાનું દહન કર્યુ

Featured Video Play Icon
Spread the love

હિંમતનગરમાં HUDAને ‘અસૂર’ ગણાવી તેના પૂતળાનું દહન કર્યુ
હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી સામે વિરોધ
11 ગામમાં દશેરા નિમિત્તે હુડા રૂપી રાક્ષસનું પણ પૂતળા દહન

હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી સામે હવે 11 ગ્રામ પંચાયતનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે. ત્યારે આ 11 ગામમાં દશેરા નિમિત્તે હુડા રૂપી રાક્ષસનું પણ પૂતળા દહન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

હિંમતનગરના હડિયોલ ગામમાં દશેરાને લઈ હુડાના વિરોધમાં હૂડા રાવણ દહન કાર્યક્રમ યોજી સરકાર સામે હૂડાના કાયદામાં અગિયાર ગામો સહિત ખેડૂતો વિરોધ નોંધાવ્યો. તેમજ આવનાર દિવસમાં આનાથી પણ જ્વલંત કાર્યક્રમો કરીશું સરકાર જ્યાં સુધી નહી સાંભળે ત્યાં સુધી અમે લડીશું એવી ચીમકી ઉચ્ચારી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ‘હુડા’ ના નોટિફિકેશન વિરુદ્ધનું આંદોલન હવે ઉગ્ર બની રહ્યું છે. ખેડૂતોની મહામૂલી જમીનો કપાતમાં જવાની ભીતિથી અસરગ્રસ્ત 11 ગ્રામ પંચાયતોના લોકોએ વિરોધનો અનોખો માર્ગ અપનાવ્યો. વિજયાદશમીના પવિત્ર દિવસે, જેમ ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો, તેમ આ ગ્રામજનોએ પણ તેમની જમીન છીનવનારા ‘હુડા’ને ‘સૂર’ ગણીને તેનું દહન કર્યું અને સખત વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોનો સ્પષ્ટ સંદેશ છે કે જ્યાં સુધી આ નોટિફિકેશન રદ નહીં થાય, ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. એક તરફ જ્યારે રાજ્યમાં દશેરાની ઉજવણી થઈ રહી હતી, ત્યારે આ ગ્રામજનોએ એકઠા થઈને હુડાના પૂતળાનું દહન કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તેમનો આરોપ છે કે હુડાના આ નોટિફિકેશનને કારણે તેમની ખેતીની જમીન જઈ રહી છે. આ તમામ ખેડૂતો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે, અને જમીન છીનવાઈ જવાથી તેઓ રોજી-રોટી વિહોણા થઈ જશે. આ વિસ્તારના ખેડૂતો માટે જમીન માત્ર સંપત્તિ નથી, પરંતુ તેમની જીવાદોરી છે. જો નોટિફિકેશન અમલમાં આવશે તો કેટલાક ખેડૂતો સંપૂર્ણપણે જમીન વિહોણા બની જશે, જે તેમના પરિવારના ભવિષ્ય પર મોટો પ્રશ્નાર્થ ઊભો કરી રહ્યું છે. છેલ્લા એક મહિનાથી ગ્રામજનોએ અલગ-અલગ રીતે વિરોધ પ્રદર્શિત કર્યો છે. આવેદનપત્રો

આપવાથી લઈને ધરણાં, રેલીઓ અને આજે ‘સૂર દહન’ સુધીના કાર્યક્રમો આપીને સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગામડાના લોકો સ્પષ્ટ સંકલ્પ સાથે મેદાનમાં છે કે જ્યાં સુધી આ હુડાનું નોટિફિકેશન રદ નહીં થાય, ત્યાં સુધી તેમનું આંદોલન સતત ચાલુ રહેશે. હવે જોવાનું એ રહે છે કે ખેડૂતોની આ ઉગ્ર રજૂઆત સામે તંત્ર ક્યારે અને કેવો પ્રતિસાદ આપે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *