અમદાવાદ સરદારનગરના મહાદેવ મંદિરથી મહાકાલની પાલકી યાત્રા નીકળી
લકી યાત્રા સાબરમતી છઠ્ઠ ઘાટ પર લઈ જવામાં આવી
1212 મીટરની વિશાળ ચૂંદડી સાબરમતી નદીને અર્પણ કરાઇ
દરેક હૃદયમાં ઉત્સાહ જગાવતો દશેરાનો પાવન પર્વ એક અનોખી ભક્તિભર્યા અનુષ્ઠાન સાથે યાદગાર બન્યો છે. અમદાવાદના મહાકાલ મંદિરથી પાલખી યાત્રા યોજવામાં આવી છે. અમદાવાદ સરદારનગરના મહાદેવ મંદિરથી મહાકાલની પાલકી યાત્રા નીકળી જે સાબરમતી છઠ્ઠ ઘાટ પર લઈ જવામાં આવી
દશેરાનો પાવન પર્વ એક અનોખી ભક્તિભર્યા અનુષ્ઠાન સાથે અમદાવાદ સરદારનગરના મહાદેવ મંદિરથી મહાકાલની પાલકી યાત્રા નીકળી જે સાબરમતી છઠ્ઠ ઘાટ પર લઈ જવામાં આવી આ સાથે, શમી વૃક્ષ પૂજન કરીને 1212 મીટરની વિશાળ ચૂંદડી સાબરમતી નદીને અર્પણ કરાઇ છે. જે ભક્તિ, સાંસ્કૃતિક ગૌરવ અને પરંપરાનો અદભુત મેળ છે. આ પાવન પ્રસંગે મહા આરતી અને આકર્ષક આતશબાજી પણ યોજાઈ હતી. જેને નિહાળવા ભક્તો ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર પ્રતિભા જૈન, સાંસદ એચ.એસ. પટેલ અને ધારાસભ્ય પાયલ કુકરાણીની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી. દશેરાના દિવસે દુર્ગત પર સુખતની વિજયગાથાનો આ પર્વ પરંપરાગત રીતે ઉજવાયો છે.
ઉલ્લેખનીય છે કે શમી વૃક્ષ પૂજન કરીને 1212 મીટરની વિશાળ ચૂંદડી સાબરમતી નદીને અર્પણ કરાઇ છે. તેમજ આ શુભ પ્રસંગે મહા આરતી કરી આકર્ષક આતશબાજી પણ કરવામાં આવી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
