સુરતના ચકચારીચ તુષાર ઘેલાણી આપઘાતમાં નવો વળાંક
આરોપી મહિલા અને બિલ્ડર વચ્ચે નાણાકીય વ્યવહારો
પોલીસે પૂછપરછ કરવા પ્રિયાને નોટિસ આપી
સુરતના ચકચારીચ તુષાર ઘેલાણી આપઘાત મામલે પોલીસ તપાસમાં આરોપી મહિલા અને બિલ્ડર વચ્ચે નાણાકીય વ્યવહારો મળી આવ્યા છે.
સુરત શહેરના ચકચારીત તુષાર ઘેલાણી આપઘાત મામલે તપાસ અધિકારી એસીપી ઝેડઆર દેસાઈએ માહિતી આપી હતી અને જણાવ્યુ હતું કે આરોપી પૂનમ ભધોરીયા ના વધુ નાણાકીય વ્યવહારો મળી આવ્યા છે. બેંક એકાઉન્ટના તપાસ કરાતા 92 લાખના વ્યવહાર સામે આવ્યા છે. તો આ અગાઉ કરોડો રૂપિયાની લેવડદેવડ પૂનમ ભદોરીયા એ કરી હતી. પૂનમ ભદોરીયા એ જોલી આર્કેડમાં બે દુકાનો પોતાના નામે લખાવી હતી. ઉપરાંત બ્લુ પોપીલોન નામની સ્કૂલ ઉપર પણ કબજો જમાવી રાખ્યો છે. સાથે પૂનમ ભદોરીયા પોલીસ તપાસમાં સહકાર આપી રહી ન હોવાનુ પણ જણાવાયુ હતું. પૂનમ ભદોરીયાની બહેન પ્રિયા ભદોરીયા પણ ભૂગર્ભમાં ઉતરી ગઈ છે. જેથી પોલીસે પૂછપરછ કરવા પ્રિયાને નોટિસ આપી છે. તુષાર ઘેલાણી પાસેથી અત્યાર સુધીમાં કુલ ચાર કરોડથી વધુની રકમ ઉસેટી હોવાના પુરાવા એકત્રિત કરાયા છે. તો અલગ અલગ બેંક વહેવારો પણ મળી આવ્યા છે. તો બીજી બાજુ પૂનમે પણ જમીન અરજીમાં પુરાવા રજૂ કર્યા હતાં.
