સુરતના ભેસ્તાનમાં મનપાની કાર્યવાહી સામે ફેરિયાઓમાં રોષ
દિવાળી પહેલાં ફેરિયાઓનો વજનકાંટો જપ્ત કરાતા વિરોધ
મનપાની કાર્યવાહી સામે ફેરિયાઓએ ઉઠાવ્યા સવાલ
સુરતના ભેસ્તાન વિસ્તારમાં મહાનગરપાલિકાની કાર્યવાહી સામે ફેરિયાઓમાં રોષ જોવા મળ્યો હતો. દિવાળીના તહેવાર પહેલાં મનપા દ્વારા ફેરિયાઓનો વજનકાંટો જપ્ત કરવામાં આવતા કાર્યવાહી સામે સવાલો ઉઠી રહ્યા છે.
સુરતના ભેસ્તાન વિસ્તારમાં રોજગારી માટે રસ્તા પર વેપાર કરતા ફેરિયાઓ સામે સુરત મહાનગર પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ફેરિયાઓના વજનકાંટા જપ્ત કરવામાં આવતા સ્થળ પર રોષનો માહોલ જોવા મળ્યો હતો. ફેરિયાઓએ આક્ષેપ કર્યો હતો કે તહેવારની સિઝનમાં તેમની રોજગારીને અસર થાય તેવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ મોટા વેપારીઓ અને શોરૂમ સામે આવી જ પ્રકારની કાર્યવાહી થાય છે કે નહીં, તેને લઈને પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. ફેરિયાઓએ મનપાની કામગીરીમાં સમાન ધોરણ અપનાવવાની માંગ કરી છે.
