સુરત પાંડેસરામાં અસામાજિક તત્વોનો આતંક
અંગત અદાવતમાં દંપતિ પર જીવલેણ હુમલો કરાયો
પાંડેસરા વિસ્તારમાં ઘટના બનતા પોલીસ દોડતી થઈ
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં અંગત અદાવતમાં દંપતિ પર જીવલેણ હુમલો કરાયો હોવાની ઘટના પાંડેસરા વિસ્તારમાં બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
સુરતમાં વારંવાર અસામાજિક તત્વો નો આતંક સામે આવી રહ્યો છે. ત્યારે પાંડેરા વિસ્તારમાં પતિ-પત્નિ પર જીવલેણ હુમલો કરાયો હોવાની ઘટના બની છે. પાંડેસાર વિસ્તારમાં જુના ઝઘડાની અદાવતમાં મૌર્ય દંપતિ પર ત્રણથી ચાર અસામાજિક તત્વો દ્વારા ધારદાર હથિયારો સાથે જીવલેણ હુમલો કરાતા દંપતિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતાં. તો બનાવની જાણ થતા પાંડેસરા પોલીસે સ્થળે દોડી જઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
