ફરી બાંગ્લાદેશીઓના ગઢ ચંડોળામાં બુલડોઝર ફર્યાં
45 ટકા કામગીરી પૂરી, કાટમાળ હટાવી દીવાલ બનાવાશે,
2 દિવસમાં જ ડિમોલિશન પૂર્ણ કરાશે
7 ફેઝમાં કાંકરિયાની જેમ ડેવલપ કરાશે
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ફેઝ-2 ડિમોલિશનની કામગીરી આજે વહેલી સવારે 6:30 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. ચંડોળા તળાવના મેગા ડિમોલિશનના પહેલા તબક્કામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા બડા તળાવની આસપાસનાં દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં.
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં બીજા તબક્કામાં છોટા તળાવની આસપાસનાં દબાણોને દૂર કરવાની શરૂઆત કરવામાં આવી છે. સૂર્યનગર પોલીસચોકીથી શાહઆલમ તરફનો ભાગ છોટા તળાવ વિસ્તાર કહેવાય છે. હાલ એ વિસ્તારમાં સૌથી વધારે દબાણો તોડી પાડવામાં આવ્યાં છે. સવારે 11.30 વાગ્યા સુધીમાં 45 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. કાટમાળ હટાવી ત્યાં દીવાલ બનાવાશે તથા 2 દિવસમાં જ સંપૂર્ણ ડિમોલિશન કામગીરી પૂર્ણ કરાશે. બાદમાં 7 ફેઝમાં કાંકરિયાની જેમ ચંડોળા તળાવને ડેવલપ કરાશે. ડિમોલિશન મામલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારે જણાવ્યું હતું કે ચંડોળા તળાવનું ડિમોલિશન બે દિવસમાં જ પૂર્ણ થશે. 8000થી વધુ કાચા પાકા મકાનો દૂર થશે. સવારે 11.30 વાગ્યા સુધીમાં 45 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. AMCની 50 ટીમો કામ કરી રહી છે. 2.50 લાખ ચો. મીટરના વિસ્તારને ખુલ્લો કરવામાં આવશે. દક્ષિણ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમાર ડિમોલિશન અંગે માહિતી આપી રહ્યા છે
ચંડોળા તળાવના દબાણો દૂર કર્યા બાદ લેક ડેવલપમેન્ટ કરવામાં આવશે. ફરી દબાણ ના થાય તે માટે AMCનું આયોજન કરવામાં આવ્યું છે. સૌપ્રથમ તમામ કાટમાળને હટાવી લેવાની કામગીરી કરવામાં આવશે અને ત્યારબાદ ફરીથી કોઈ તળાવમાં દબાણ ન કરે તેના માટે દિવાલ બનાવવાનું આયોજન કરાશે. ચંડોળા તળાવને 7 ફેઝમાં ડેવલપમેન્ટ કરવામાં આવશે. કાંકરિયા જેમ તળાવ ને ડેવલપ કરવામાં આવશે. ચંડોળા તળાવનું ડિમોલિશન બે દિવસમાં જ પૂર્ણ થશે. 8000થી વધુ કાચા પાકા મકાનો દૂર થશે. સવારે 11.30 વાગ્યા સુધીમાં 45 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. AMCની 50 ટીમો કામ કરી રહી છે. 2.50 લાખ ચો. મીટરના વિસ્તારને ખુલ્લો કરવામાં આવશે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી