સુરતમાં આયોજિત SATCON Regional 2026 કોન્ફરન્સ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં આયોજિત SATCON Regional 2026 કોન્ફરન્સ
શાકાહાર અને સસ્ટેનેબલ ફૂડ સિસ્ટમ્સને લઈને ચર્ચા
વૈશ્વિક સ્તરે ભારતીય શાકાહારી બ્રાન્ડને મજબૂત બનાવવા અંગે મथન

સુરતમાં આયોજિત SATCON Regional 2026 કોન્ફરન્સમાં શાકાહાર અને સસ્ટેનેબલ ફૂડ સિસ્ટમ્સને લઈને ઉદ્યોગકારો, રેસ્ટોરન્ટ વ્યવસાયકારો અને નિષ્ણાતો વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી. સાત્વિક સર્ટિફિકેશન્સ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ખાદ્ય સુરક્ષા, ગુણવત્તા અને વૈશ્વિક સ્તરે ભારતીય શાકાહારી બ્રાન્ડને મજબૂત બનાવવા અંગે મथન થયું.

સાત્વિક સર્ટિફિકેશન્સ, સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ‘ટાઈડ સુરત’ના સહયોગથી સુરતની મેરીયટ હોટેલ ખાતે SATCON Regional 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનો મુખ્ય હેતુ શાકાહારી, વેગન અને જૈન આહારના વૈશ્વિક ધોરણો અંગે જાગૃતિ લાવવાનો તેમજ ઉદ્યોગોમાં પારદર્શિતા અને જવાબદાર વ્યવસાયિક પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો હતો.સેમિનારમાં ગોલ્ડી મસાલા, લક્ષ્મી ઇન્ટરનેશનલ, સનરાઇઝ ગ્રુપ, એરોમા એક્સપોર્ટ્સ અને ડેલોઇટ સહિત વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ, ફૂડ બ્રાન્ડ્સ, હોસ્પિટાલિટી ક્ષેત્રના નિષ્ણાતો, ઉદ્યોગ સાહસિકો અને સરકારી પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.કાર્યક્રમ દરમિયાન શાકાહારી અને જૈન ઉત્પાદનોના સર્ટિફિકેશનનું મહત્વ, ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તાના ધોરણો, ગ્રાહક વિશ્વાસનું નિર્માણ તેમજ સસ્ટેનેબલ ફૂડ સિસ્ટમ્સના વિકાસ જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

સાત્વિક સર્ટિફિકેશન્સના સ્થાપક અભિષેક બિસ્વાલ અને ગુજરાતના સ્ટેટ કો-ઓર્ડિનેટર રાજેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ગુજરાતની મજબૂત ઉદ્યોગસાહસિકતા અને સમૃદ્ધ શાકાહારી પરંપરા દેશ માટે એક આદર્શ મોડેલ છે. આવા કાર્યક્રમો દ્વારા સ્થાનિક હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવામાં મદદ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *