માંડવીમાં દિવ્યાંગજનો માટે સાધન સહાય કેમ્પ યોજાયો
કેમ્પમાં અનેક મહાનુભાવો એન લાભાર્થીઓ હાજર રહ્યા
માંડવી હાઇસ્કુલ ખાતે ભારત વિકાસ પરિષદ અડાજણ શાખા દ્વારા દિવ્યાંગજનો માટે સાધન સહાય કેમ્પ યોજાયો.
માંડવી હાઇસ્કુલ ખાતે ભારત વિકાસ પરિષદ અડાજણ શાખા દ્વારા દિવ્યાંગનો માટે સાધન સહાય કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં કૃત્રિમ હાથ ,પગ તથા કેલીપર્સનું વિનામૂલ્યે વિતરણ કરવા માટે આજરોજ 40 થી વધુ લાભાર્થીઓનો માપ લેવામાં આવ્યું હતું આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ ના પ્રમુખ વિનય શાહ જણાવ્યું હતું કે, આ ભારત વિકાસ પરિષદ આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં લોકો માટે સેવા અને સંસ્કાર ની સિંચનની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને બાળકોમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય એવા શુભ હેતુથી આ સંસ્થા સેવાકીય કાર્ય કરે છે આ પ્રસંગે માંડવી એજ્યુકેશન સોસાયટીના માનદ મંત્રી નલીન શાહ, , લાયન ડેની પટેલ, લાયન હસમુખ પટેલ , માંડવી તાલુકા નેશનલ પ્રેસ એસોસિયેશનના પ્રમુખ ઈશ્વર સોલંકી,સેક્રેટરી વિકાસ પટેલ, મહિલા સંયોજિકા દામિની દવે, ઉપપ્રમુખ ભાવિનદેસાઈ તથા દિવ્યાંગ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા..