ધારી શહેરમા મદદનીશ ખેતી નિયામકશ્રીની કચેરીમા વાહન સેવા નહી
ખેડૂતોના કામોમાં વિલંબ થતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા
ધારી શહેરમા મદદનીશ ખેતી નિયામકશ્રીની કચેરીમા વાહન સેવા નહી હોવાથી ખેડૂતોના કામોમાં વિલંબ થતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા
અમરેલીના ધારી શહેરમાં ખેતીવાડી ઓફિસ દ્વારા મુખ્યત્વે પાંચ તાલુકાની કામગીરી ધારી ઓફિસ દ્વારા કરવામાં આવે છે જેમાં ખાંભા, રાજુલા, જાફરાબાદ સાવરકુંડલા સહિતના દરેક ગામડામાં ખેતી લક્ષી કોઈપણ સમસ્યા હોય તેનું નિવારણ લાવવા માટે ધારી ખાતેની મદદનીશ ખેતી નિયામક દ્વારા કામગીરી કરવામાં આવે છે. પરંતુ કમોસમી વરસાદથી અમરેલી જિલ્લાના મોટા ભાગના ખેડૂતોનો પાકને નુકસાનની થયેલ છે ત્યારે પાકનું સર્વે કરીને તાત્કાલિક રિપોર્ટ કરવાનું કામ ખેતીવાડી ઓફિસનું હોય છે પરંતુ ધારી ખેતીવાડી ઓફિસ ખાતે વાહન સેવા ન હોવાને લીધે ખેડૂતોના કામમાં વિલંબ થયેલ આ બાબતે ખેતીવાડી ઓફિસના મુખ્ય અધિકારીએ જણાવેલ કે અત્રેની ઓફિસ દ્વારા ખેડૂતલક્ષી કામગીરી થાય ધારી ખાતે બીજી કોઈ વ્યવસ્થા ન હોય જેથી ક્યાંય ને ક્યાંય વાહન સેવા ન હોવાને લીધે સમયસર ખેડૂતોના કામ થતા નથી વધુમાં અધિકારીએ જણાવેલ કે છેલ્લા 15 વર્ષથી ગાંધીનગર ખાતેની મુખ્ય કચેરી દ્વારા ધારી ઓફિસે વાહન ફાળવવામાં આવતું હતું પરંતુ આ વર્ષ દરમિયાન વાહન ફાળવવામાં આવેલ ન હોય તો વહેલી તકે સરકારીશ્રી દ્વારા વાહન ફાળવે તેવી માંગ કરવામાં આવી….