સુરતમાં 1999 માં નોંધાયેલા અપહરણ અને માર મારવાની સોપારીનો કેસ
નાસતા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે મુરૈનાથી ઝડપી પાડ્યો
આરોપી રામગોપાલ ઉર્ફે ગોપાલ ઉર્ફે ભરત રામસીંગ રાઠોડને ઝડપ્યો
સુરત ક્રાઈમ બ્રાન્ચમાં 27 વર્ષથી એટલે કે 1999 માં નોંધાયેલા અપહરણ અને માર મારવાની સોપારી આપવાના ગુનામાં નાસતા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે મુરૈનાથી ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનર ક્રાઈમ દ્વારા શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા અને વિવિધ ગુનાઓમાં વર્ષોથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો મેદાને હતી ત્યારે એન્ટી ઓર્ગેનાઈઝ ક્રાઈમ સ્કોડની ટીમને મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચમાં 1999માં એટલે કે 27 વર્ષ પહેલા નોંધાયેલા અપહરણ અને માર મારવા માટે સોપારી આપવાના ગુનામાં સંડોવાયેલા આરોપી રામગોપાલ ઉર્ફે ગોપાલ ઉર્ફે ભરત રામસીંગ રાઠોડને મધ્યપ્રદેશના મુરૈનાથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી.
