સુરતના ઘોડદોડ રોડ પરની દુકાનમાં અચાનક આગ

Featured Video Play Icon
Spread the love

સુરતના ઘોડદોડ રોડ પરની દુકાનમાં અચાનક આગ
વેસ્ટફિલ્ડ શોપિંગ કોમ્પ્લેક્સમાં કાપડ મટીરિયલની દુકાનમાં આગ
આગની ઘટનામાં મોટા નુકસાનનો અંદાજ

સુરતના ઘોડદોડ રોડ પર આવેલા વેસ્ટફિલ્ડ શોપિંગ કોમ્પ્લેક્સમાં કાપડ મટીરિયલની દુકાનમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી.

સુરતના ઘોડદોડ રોડ પર આવેલ વેસ્ટફિલ્ડ શોપિંગ કોમ્પ્લેક્સની ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કાપડ મટીરિયલની દુકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. દુકાનના એસીમાં બ્લાસ્ટ થતાં પ્રચંડ અવાજ સંભળાયો અને આસપાસના વેપારીઓમાં અફરાતફરી સર્જાઈ હતી. વેપારીઓ કાપડનો માલ બચાવવા દોડધામ કરતા જોવા મળ્યા હતા. જાણ થતાં મજુરા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ અન્ય દુકાનો સુધી પહોંચે તે પહેલાં ફાયર ટીમે આગને કાબૂમાં લેતા સૌ એ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ આગની ઘટનામાં મોટા નુકસાનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *