સુરત મહાનગર પાલિકા દ્વારા આંતર રાષ્ટ્રીય પતંગ ઉત્સવ

Featured Video Play Icon
Spread the love

સુરત મહાનગર પાલિકા દ્વારા આંતર રાષ્ટ્રીય પતંગ ઉત્સવ
દેશ વિદેશના પતંગ પ્રેમીઓએ ભાગ લીધો
ફ્રાંસ, બેહરીન, કેનેડા, ઇજિપ્ત, શ્રીલંકા, મેક્સિકો સહિત પતંગ પ્રેમીઓ

સુરત મહાનગર પાલિકા દ્વારા ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ સાથે મળી આંતર રાષ્ટ્રીય પતંગ ઉત્સવ ઉજવાયો હતો જેમાં દેશ વિદેશના પતંગ પ્રેમીઓએ ભાગ લીધો હતો.

સુરતમા આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ નો આયોજન કરાયું હતું. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ, સુરત મહાનગર પાલિકા અને સુરત જીલ્લા વહીવટી તંત્ર દ્વારા અડાજણ ખાતે આવેલ રિવર ફ્રન્ટ પર કરાયેલા આયોજનમાં ફ્રાંસ, બેહરીન, કેનેડા, ઇજિપ્ત, શ્રીલંકા, મેક્સિકો સહિત 25 થી વધારે પતંગ પ્રેમીઓએ ભાગ લીધો હતો. તો સાંસ્કૃતિક કાર્યક્રમોથી દીપ પ્રગટ કરીને કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. જેમાં સુરતના સાંસદ મુકેશ દલાલ, પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી સહિત મહાનગર પાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. તો વિદેશી મહેમાનો ગુજરાતી ગીત પર ગરબે ઘૂમ્યા હતા અને બલુન ઉડાવીને આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવની શરૂઆત કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *