ગુજરાત સરકાર દ્વારા ટીઆરબી જવાનોના દૈનિક માનદ વેતનમાં વધારો
સુરતમાં ટીઆરબી જવાનોએ મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરી
રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો
ગુજરાત સરકાર દ્વારા ટીઆરબી જવાનોના દૈનિક માનદ વેતનમાં વધારો કરવાનો નિર્ણય કરાયો હોય જેને લઈ સુરતમાં ટીઆરબી જવાનોએ મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરી હતી.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડના જવાનો માટેએક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક બ્રિગેડ જવાનોનુ દૈનિક માનદ વેતન 300થી વધારીને હવે 450 આપવા આવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએજણાવ્યું છે કે, રાજ્યના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાપન માટે ખરા સૈનિક તરીકેની ભૂમિકામાં ટ્રાફિક બ્રિગેડના જવાનો છે. કાળઝાળ ગરમી હોય કે મુશળધાર વરસાદ, જનતાનીસુરક્ષા અને સુવિધા માટે રસ્તા પર અવિરત ફરજ બજાવતા આ જવાનોના પરિશ્રમની રાજ્ય સરકાર સદાય કદર કરે છે. તો ટીઆરબી જવાનોના વેતનમાં થયેલા વધારાને લઈ સુરતમાં ટીઆરબી જવાનોએ મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરી હતી. અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
