સુરત ઉધના પોલીસ મથકમાં હત્યાના પ્રયાસ અને રાયોટીંગ
ગુનામાં સંડોવાયેલા છ આરોપીઓને ઉધના પોલીસે ઝડપી પાડ્યા
સુરત ઉધના પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના પ્રયાસ અને રાયોટીંગના ગુનામાં સંડોવાયેલા છ આરોપીઓને ઉધના પોલીસે ઝડપી પાડ્યા છે.
સુરત પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનર ડો. કાનન દેસાઈ તથા ઈ. મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ એસએન દેસાઈ અને જેએસ ઝાંબરેની ટીમ પીએસઆઈ એચઝેડ પટેલ તથા એમકે ઈશરાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતા ત્યારે ઉધના પોલીસ મથકમાં નોંધાયેલા હત્યા પ્રયાસ અને રાયોટીંગના ગુનામાં સંડોવાયેલા છ આરોપીઓ અજીત ઉર્ફે ગુડ્ડુ ચૌધરી, પ્રખર ઉર્ફે બોક્સર મિશ્રા, રાઘવેન્દ્ર ઉર્ફે પોલાડ તિવારી, શનિ પાંડે, દેવેન્દ્ર ઉર્ફે મેજર તિવારી અને રતનેશસિંગ ઉર્ફે ગગન ઠાકુરને ઝડપી પાડી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
