માંડવીમાં કાકરાપાર ઓટોમિક પાવર સ્ટેશન ખાતે મોકડ્રીલ યોજાયું
યુદ્ધને પહોંચી વળવા તંત્ર સજ્જ જોવા મળ્યું
ઓપરેશન શીલ્ડ અંતર્ગત સુરત જિલ્લાના માંડવી તાલુકાના કાકરાપાર ઓટોમિક પાવર સ્ટેશન ખાતે મોકડ્રીલ યોજાય.
સુરતની માંડવી ખાતે ઓપરેશન શીલ્ડ અંતર્ગત તા.૩૧/૦૫/૨૦૨૪ ના રોજ ૧૭.૧૫ કલાકે માંડવી ખાતે આવેલ કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન ખાતે ૨ શંકાસ્પદ વ્યક્તિઓ અનઅધિકૃત રીતે પ્રવેશ કર્યા તે અંગેની માહિતી પ્રાપ્ત થયેલ. ઉક્ત માહિતી મળતાની સાથે જ પ્લાન્ટ ખાતે રહેલ CISF ની ટુકડીએ કાઉન્ટર મેઝર્સ ચાલુ કરી દીધેલ અને ૨-શંકાસ્પદ હથિયારધારી ઈસમોને ન્યુટ્રલ કરી દીધેલ. ઉપરોક્ત ઈસમો દ્વારા એક શંકાસ્પદ બેગ રસ્તા પર મુકવામાં આવેલ જેને પ્રાથમિક તપાસ માટે CISF ની ડોગ સ્કવોડ ટીમ તથા બોમ્બ ડીઝપોઝલ ટીમ ધ્વારા નીરીક્ષણ કરી ન્યુટ્રલ કરવાના પ્રયાસમાં બોમ્બ વિસ્ફોટ થવા પામેલ જેમાં CISFના એક જવાન ધાયલ થવા પામેલ જેને પ્રાયમરી ટ્રીટમેન્ટ આપી અણુમથક ટાઉનશીપ ખાતે આવેલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા. બોમ્બ વિસ્ફોટથી લાગેલ આગને CISF ની ફાયર ટીમ ધ્વારા બુઝવવામાં આવેલ. NDRF ધ્વારા ઝડપાયેલ ઇસમોને તપાસી તેઓ ધ્વારા કોઈ પ્રકારનો ન્યુક્લીયર રેડીયેશન વિગેરેથી એફેકટેડ છે કે કેમ એની તપાસ કરવામાં આવેલ. અંતમાં CISF ધ્વારા સમગ્ર એરીયા તપાસવામાં આવેલ અને કોઈ ખતરો ન હોવાનો સંકેત આપતા મોકડ્રીલ પૂર્ણ કરવામાં આવેલ….હમીરસિંહ ચૌહાણ માંડવી