નવસારી ગણેશ સંગઠનના નવા પ્રમુખ
નવા પ્રમુખ તરીકે ગીરીશભાઈ ભાસ્કરની સર્વાનુમતે વરણી
નવસારી ગણેશ સંગઠનના નવા પ્રમુખ તરીકે ગીરીશભાઈ ભાસ્કરની સર્વાનુમતે વરણી
નવસારી ગણેશ સંગઠનના નવા પ્રમુખ તરીકે ગીરીશભાઈ ભાસ્કરની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. તેમની નિમણૂક થતાં શહેરના ગણેશ ભક્તોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.લાંબા સમય બાદ સંગઠનને નવું નેતૃત્વ મળતાં આગામી ગણેશ મહોત્સવને વધુ ભવ્ય અને સુવ્યવસ્થિત બનાવવા માટે તૈયારીઓ તેજ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં વિવિધ બેઠકો યોજી ગણેશ મહોત્સવના આયોજન, વ્યવસ્થા અને વિવિધ કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો પણ ઉત્સવને સફળ બનાવવા સક્રિય બન્યા છે. નવસારીમાં ગણેશ મહોત્સવની તૈયારીઓનો પારંભ
