સુરતની ઉધના પોલીસે આરોપીઓને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યા

Featured Video Play Icon
Spread the love

સુરતની ઉધના પોલીસે આરોપીઓને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યા
ઠગાઈના ગુનામાં નાસતા ફરતા 70 મુજબના વોરન્ટના આરોપીઓ
રાજકુમાર મહાવીરપ્રસાદ જોષી અને મયંક રાજકુમાર જોષીને પકડ્યા

સુરતની ઉધના પોલીસે ત્રણ વર્ષથી ઠગાઈના ગુનામાં નાસતા ફરતા 70 મુજબના વોરન્ટના આરોપીઓને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યા હતાં.

સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન, નાયબ પોલીસ કમિશનર ઝોન વન અને મદદનીશ પોલીસ કમિશનર સી ડીવીઝનની સુચનાથી ઉધના પી.આઈ. જે.એસ. ઝાંબેરની ટીમ પીએસઆઈ એચ.ઝેડ. પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અ.હે.કો. કમલેશ, ચિરાગ, અનીલ, હૈદરઅલી અને અ.પો.કો. વિશાલને મળેલી બાતમીના આધારે ત્રણ વર્ષથી ઉધના પોલીસ મથકમાં છેતરપિંડીના ગુનામાં 70 મુજબના વોરન્ટના નાસતા ફરતા આરોપીઓ રાજકુમાર મહાવીરપ્રસાદ જોષી અને મયંક રાજકુમાર જોષીને મહારાષ્ટ્રથી ઝડપી પાડી સુરત લાવી તેઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *