સુરતના પાલ વિસ્તારમાં દેહવ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિ

Featured Video Play Icon
Spread the love

સુરતના પાલ વિસ્તારમાં દેહવ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિ
પાલ પોલીસે લાલ આંખ કરી
ગોલ્ડન સિટી હોટલમાં દરોડો પાડી એક આરોપીની ધરપકડ કરી

સુરતના પાલ વિસ્તારમાં દેહવ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે પાલ પોલીસે લાલ આંખ કરી મીના બજાર સ્થિત ગોલ્ડન સિટી હોટલમાં દરોડો પાડી એક આરોપીની ધરપકડ કરી એકને વોન્ટેડ જાહેર કર્યો હતો.

સુરતના ઈન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગજામીર, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર બારવાલ સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ બીએ ભટ્ટની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો દિલીપભાઈ તથા જયદીપભાઈ અને અપોકો ચેતનભાઈને મળેલી બાતમીના આધારે પાલના મીના બજાર રૂમ નંબર 13ના ગોલ્ડન સીટી હોટલમાં દરોડા પાડી ત્યાંથી દેહવેપાર ઝડપી પાડી લલનાઓને મુક્ત કરાવી એક આરોપી મુકેશ પવારની ધરપકડ કરી હતી જ્યારે અન્ય એક રોહિત શર્મા ભાગી છુટતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *