માંડવી તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન ડેમ ઓવરફોલ
ખેડૂતો માટે જીવાદોરી સમાન કાકરાપાર ડેમ ઓવરફોલ થયો
સુરત જીલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ સિઝનમાં પ્રથમ વખત ઓવરફોલ થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહે છે.
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે કાકરાપાર ડેમમાં પાણીની આવકમાં મોટો વધારો નોંધાયો હતો, આ ડેમની કુલ સપાટી 160 ફૂટ છે જેમાં હાલ ડેમ 160. 40ની સપાટી એ વહી રહ્યો છે જેના કારણે ડેમ તેની સંપૂર્ણ સપાટીએ પહોંચીને છલોછલ ભરાઈ ગયો છે. જેને કારણે ડેમનું દ્રશ્ય અત્યંત મનોરમ્ય અને આહલાદક બની ગયું છે, જે જોવા માટે પ્રવાસીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, ડેમમાંથી પાણી છોડવામાં આવતા વહીવટીતંત્ર દ્વારા સુરક્ષાના તમામ પગલાં લેવામાં આવ્યા છે. ડેમના નીચાણવાળા વિસ્તારો અને તાપી નદીના કાંઠે આવેલા ગામડાઓને સાવચેત રહેવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. નદીના પટમાં ન જવા અને સુરક્ષિત અંતર જાળવવા તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. હાલ સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. નાયબ કાર્ય પર નાયબ કાર્યપાલક ઇજનેર રાજેશભાઈ પટેલ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે..
