સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ સુપ્રિટેનડન્ટની ભરતી કરાઈ
નર્સિંગ એસોસિએશન તરફથી અનોખી રીતે આવકારવામાં આવ્યા
કેચ ધ રેઇન વોટરના સંકલ્પ સાથે આવકારવામાં આવ્યા
સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ સુપ્રિટેનડન્ટની ભરતી થતા આજે તેમને નર્સિંગ એસોસિએશન તરફથી અનોખી રીતે આવકારવામાં આવ્યા હતા.અંગદાન એ જ મહાદાનના સંકલ્પ અને કેચ ધ રેઇન વોટરના સંકલ્પ સાથે આવકારવામાં આવ્યા હતા.
રાજ્યભરમાં ૧૬ નર્સિંગ સુપ્રિટેનડન્ટની ભરતી કરવામાં આવી છે. ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખાલી પડેલી ત્રણ જગ્યાઓ ઉપર નર્સિંગ સુપ્રિટેનડન્ટની નિમણુક કરવામાં આવી છે. ત્યારે નર્સિંગ એસોસિએશન દ્વારા આજે ત્રણેય નર્સિંગ સુપ્રિટેનડન્ટનું અનોખું સ્વાગત કરવામાં આવ્યું હતું. લાંબી સાડીમાં અંગદાન મહાદાનમાં સૂત્ર સાથે નર્સિંગની નર્સીસ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અંગદાન એ જ મહાદાન છે આ સાથે કેચ ધ રેઇન અભિયાન હેઠળ જળ બચાવો વિષે આપતા સંદેશ સાડીમાં પ્રિન્ટ કરાવવામાં આવ્યા હતા. વધુમાં વધુ લોકો અંગદાન કરતા થાય તે હેતુથી આજે નર્સિંગ સુપ્રિટેનડન્ટનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે , સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા દોઢ વર્ષમાં 65 જેટલા અંગદાન કરવામાં આવ્યા છે જેથી અનેક લોકોને નવું જીવન મળ્યું છે. આગામી દિવસોમાં પણ વધુમાં વધુ લોકો અંગદાન કરે તે હેતુથી કામગીરી કરવામાં આવશે. આજે યોજાયેલા કાર્યક્રમમાં મજુરા વિસ્તારના કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ , સુરત નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેનડન્ટ ડો.ધારીત્રી પરમાર સહીતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નવા નર્સિંગ સુપ્રિટેનડન્ટને આવકાર્યા હતા.