સુરતમાં પરીક્ષામાં ચોરીની વિચિત્ર રીત

Featured Video Play Icon
Spread the love

સુરતમાં પરીક્ષામાં ચોરીની વિચિત્ર રીત
બોલપેન પર પેન્સિલથી લખેલા જવાબો મળ્યા
પરીક્ષામાં ચોરી કરવા કોલેજિયનોનો કિમીયો ઝડપાયો
નર્મદ યુનિ.ની સ્ક્વોડે વિદ્યાર્થીઓને મિનિટોમાં પકડી પાડ્યા

કોલેજમાં ચોરી કરવાની નવી ટ્રીક વિદ્યાર્થીઓએ અપનાવી છે. બોલપેન પર પેન્સિલ વડે લખાણ લખીને વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયા હતા. જવાબ લખાય ગયા બાદ પેન્સિલ નું લખાણ ભૂંસી નાખવામાં આવતું હતું સ્ક્વોડ દ્વારા 3 વિદ્યાર્થીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. કમિટી દ્વારા ત્રણેય વિદ્યાર્થીઓને ઝીરો માર્ક્સ આપવામાં આવ્યા છે તો સાથે ત્રણેય વિદ્યાર્થીઓને રૂ 2500નો દંડ ફટકારવામાં આવ્યો છે.

પરીક્ષાનો સમય આવે એટલે વિદ્યાર્થીઓ આખી રાત જાગી તૈયારી કરે છે કે સારું પરિણામ આવે, પણ દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારીના ત્રણ વિદ્યાર્થીએ તો નકલ માટે એવી વિચિત્ર ટેક્નિક અપનાવી કે આખી યુનિવર્સિટી ચોંકી ઊઠી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં કોપી કરવા માટે ત્રણ વિદ્યાર્થીએ બોલપેન પર પેન્સિલથી બારીકાઈથી વિજ્ઞાનની ફોર્મ્યુલાઓ લખી હતી, પણ ફ્લાઈંગ સ્ક્વોડે તેમને ગણતરીની મિનિટોમાં પકડી પાડ્યા હતા.વલસાડ અને નવસારી બંને જિલ્લાની બે અલગ-અલગ કોલેજમાં પરીક્ષા સમયે ચેકિંગ માટે આવેલી ફ્લાઇંગ સ્કવોડ ક્લોઝ ઇન્સ્પેક્શન કરી રહ્યું હતું ત્યારે છ ઇંચની એક સામાન્ય દેખાતી પેન પર જ્યારે ધ્યાનથી જોવામાં આવ્યું તો ખબર પડી કે એના ઉપર પેન્સિલથી બારીકાઈપૂર્વક સોલિડ યુઝ, એસિડ યુઝ સહિત વિજ્ઞાનની તમામ મહત્ત્વની ફોર્મ્યુલા લખી કાઢવામાં આવી હતી. વિશેષ વાત એ છે કે આ ત્રણેય વિદ્યાર્થીએ બોલપેન ઉપર માઇક્રો લેવલની પેન્સિલથી લખાણ કર્યું હતું, જેથી સામાન્ય નજરે કંઈ જ ન જોવા મળે અને જ્યારે જવાબ લખી લેવામાં આવે ત્યારે તરત જ પેન ઉપરથી પેન્સિલના આ લખાણને ભૂંસી નાખવાનું યોજનાબદ્ધ કામ ચાલુ રાખ્યું હતું.આ સમગ્ર મામલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રમેશ ગઢવીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ બોલપેન પર પેન્સિલથી વિજ્ઞાનના તમામ જવાબો લખી લાવ્યા હતા અને પછી જવાબ લખી લીધા પછી ભૂંસી પણ નાખતા હતા છતાં પણ ફ્લાઈંગ સ્ક્વોડે ગણતરીની મિનિટોમાં આ ટ્રિક પકડી પાડી સફળતા પ્રાપ્ત કરી છે. હવે યુનિવર્સિટીની માલપ્રેક્ટિસ ઇન્કવાયરી કમિટીએ આ ત્રણેય વિદ્યાર્થીને સંબંધિત વિષયમાં શૂન્ય માર્ક્સ આપવાની સાથે સાથે તેમને રૂ. 2500ના દંડની પણ સજા ફટકારી છે. યુનિવર્સિટીએ સમગ્ર વિસ્તારમાં આવેલી કોલેજોને પણ કડક ચેકિંગની સૂચના આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *