સુરત તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ (સુમુલ) ચૂંટણી 2026

Featured Video Play Icon
Spread the love

સુરત તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ (સુમુલ) ચૂંટણી 2026
મહાનુભાવોની ઉપસ્થિતિમાં સહકારી સંમેલન યોજાયું

માંડવીમાં સહકારી સંમેલન ધારાસભ્ય ગણપતવસાવાની તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં સહકારી સંમેલન યોજાયું.

સુરત-તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિ.ની વ્યવસ્થાપક સમિતિ ચૂંટણી-2026 ને અનુલક્ષીને માંડવીના કૃષિ મંગલ હોલ ખાતે “સહકારથી સમૃદ્ધિ, સુમુલથી સમૃદ્ધ સમાજ” સૂત્ર સાથે સહકારી સંમેલન યોજાયું. સભામાં વક્તાઓએ જણાવ્યું હતું કે સુમુલમાં દરરોજ એકત્ર થતું અંદાજે 87 ટકા દૂધ આદિવાસી પશુપાલકો પાસેથી આવે છે, તેથી આદિવાસી પશુપાલકો અને દૂધ ઉત્પાદકોના હિતોનું રક્ષણ અને તેમના વિકાસને પ્રાથમિકતા આપવી જરૂરી છે. બેઠક દરમિયાન જણાવાયું હતું કે માંડવી તાલુકાની કુલ 129 દૂધ મંડળીઓમાંથી 116 પ્રતિનિધિઓ સંમેલનમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન રેશાભાઈએ સહકારી ભાવના વ્યક્ત કરતાં જણાવ્યું કે છેલ્લા બે કાર્યકાળ દરમિયાન જો તેમની તરફથી કોઈ ભૂલ થઈ હોય અથવા કોઈની લાગણી દુભાઈ હોય તો તેઓ ક્ષમા પ્રાર્થી છે. તેમણે પશુપાલકો અને દૂધ ઉત્પાદકોનો વિશ્વાસ જાળવી રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સાથે જ ઉપસ્થિત સમર્થકોએ મંડવી તાલુકામાં તેમની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તમામ મહાનુભવે રેસાભાઇ ચૌધરીને જંગીલીડ થી ચૂંટીલાવવા આહ્વાન કર્યું હતું.

સંમેલનમાં ગણપતભાઈ, સુમુલના કન્વીનર મહેશભાઈ, વસાવા, સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્યઓ સંદીપ દેસાઈ, કુવરજી હળપતિ, સુમુલ માજી વાઈસ ચેરમેન રાજુભાઈ પાઠક, કામરેજ શુગરના ડિરેક્ટર અશ્વિનભાઈ પટેલ, સુરત જિલ્લા મહામંત્રી રોહિત પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ મંત્રી ગણેશ ગામિત સહિત માંડવી તાલુકાના સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલી વિવિધ દૂધ મંડળીઓના પ્રતિનિધિઓ અને પશુપાલકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.કાર્યક્રમના અંતે માંડવી તાલુકા સંગઠન પ્રમુખ આતિશ ચૌધરીએ સૌનો આભાર વ્યક્ત કરતાં કાર્યક્રમને સફળ બનાવવા માટે સહકાર આપનાર આગેવાનો, કાર્યકરો, મહેમાનો તેમજ ઉપસ્થિત પશુપાલકોનો હૃદયપૂર્વક આભાર માન્યો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *