સુરતમાં ખાડીપૂર બાદ અસરગ્રસ્ત પરિવારોને રાહત
સરકારી સહાયની પ્રક્રિયા તેજ કરવામાં આવી
ઘરવખરી નુકસાની અને કેશડોલની ચૂકવણી માટે યુદ્ધના ધોરણે કામગીરી
સુરતમાં ખાડીપૂર બાદ અસરગ્રસ્ત પરિવારોને રાહત આપવા માટે સરકારી સહાયની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. ઘરવખરી નુકસાની અને કેશડોલની ચૂકવણી માટે વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે.
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત પરિવારોને ઘરવખરી નુકસાની અને કેશડોલ હેઠળ પ્રથમ તબક્કામાં 800થી વધુ પરિવારોને 6,800 લેખે સહાય ચૂકવવામાં આવી રહી છે. સરકારી ખાતા દ્વારા સહાયના કવરો તૈયાર કરવામાં આવી રહ્યા છે, જ્યારે શહેરના તમામ ઝોનમાં અધિકારીઓ અને કર્મચારીઓની અલગ-અલગ ટીમો મેદાનમાં ઉતરી કામગીરી કરી રહી છે. અસરગ્રસ્ત પરિવારોને શક્ય તેટલી વહેલી તકે સહાય પહોંચે તે માટે વહીવટી તંત્ર દ્વારા ઝડપી તૈયારી હાથ ધરવામાં આવી છે.
