સુરતની ઉત્રાણ પોલીસે પુત્રની ભૂલની પિતા પાસે માફી મંગાવી

Featured Video Play Icon
Spread the love

સુરતની ઉત્રાણ પોલીસે પુત્રની ભૂલની પિતા પાસે માફી મંગાવી
વરાછા રીંગ રોડ પર બેફામ રીતે બાઈક પર સ્ટન્ટ કરનાર સગીર

સુરતની ઉત્રાણ પોલીસે મોટા વરાછા રીંગ રોડ પર બેફામ રીતે બાઈક પર સ્ટન્ટ કરનાર સગીર અને તેના પિતાને પકડી પાડી પિતા પાસે માફી મંગાવી હતી.

સુરતમાં જાહેર રસ્તાઓ પર સ્ટન્ટ કરી નબીરાઓ પોતાની સાથે લોકોની જીંદગી સાથે પણ રમત રમતા હોય છે ત્યારે હાલમાં સોશીયલ મીડિયામાં એક નબીરાનો સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો હતો. મોટા વરાછા રીંગરોડ પરનો વિડીયો વાયરલ થતા જ ઉત્રાણ પોલીસે તપાસ હાથ ધરી સ્ટન્ટ કરનાર સગીર અને તેના પિતાને ઝડપી પાડ્યા હતા અને સગીરના પિતા પાસે પોલીસે માફી મંગાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *