સુરતની ઉત્રાણ પોલીસે વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો
વાહન ચોરોને મહારાષ્ટ્રના ધુલીયાથી ઝડપી પાડ્યા
ચોરો શાહજાદે આલમ અને ઈરશાદને ઝડપ્યા
સુરતની ઉત્રાણ પોલીસે રીઢા વાહન ચોરોને મહારાષ્ટ્રના ધુલીયાથી ઝડપી પાડી વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.
સુરત પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 5, મદદનીશ પોલીસ કમિશનર એલ ડીવીઝનની સુચનાને લઈ પીઆઈ ડીયુ બારડ અને એનજી પટેલની ટીમ પીએસઆઈ આરડી ધાધલ તથા એનબી બલદાણીયાના માર્ગદર્શન હેટળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો હરપાલસિંહ તથા કિરીટભાઈને મળેલી બાતમીના આધારે મહારાષ્ટ્રના ધુલીયાથી પોલીસે વાહન ચોરો શાહજાદે આલમ અને ઈરશાદને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.
