સુરતના ગોડાદરા પોલીસ મથક વિસ્તારમાં 8 લાખની લૂંટ

Featured Video Play Icon
Spread the love

સુરતના ગોડાદરા પોલીસ મથક વિસ્તારમાં 8 લાખની લૂંટ
રામદેવ ટ્રેડર્સના કર્મચારીને માર મારી લાખોની લુંટ
મુખ્યા સહિત ત્રણ લુંટારૂઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા

સુરતના ગોડાદરા પોલીસ મથક વિસ્તારમાં રામદેવ ટ્રેડર્સના કર્મચારીને માર મારી લાખોની લુંટ કરનાર ટોળકીના મુખ્યા સહિત ત્રણ લુંટારૂઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા હતાં.

સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલ રામદેવ ટ્રેડર્સના કર્મચારી વેપાર ધંધાના કલેકશનના રૂપિયા લઈ 4 જુનના રોજ જતો હતો તે સમયે ત્રણ અજાણ્યાઓએ તેને આંતરી માર મારી તેની પાસેથી રોકડ 8 લાખની લુંટ કરી હતી જે મામલે ગોડાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ગોડાદરા પોલીસ સાથે ડીસીબી પણ તપાસમાં જોડાઈ તી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીસીટીવી તથા હ્યુમન સોર્સિસની મદદથી તપાસ હાથ ધરી લુંટારૂ ગેંગના મુખ્યા જયદિપ બાબુ કવાડ અને તેના બે સાથી તજેમાં ગોપી મુન્ના સાટીયા તથા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરને પકડી પાડી ક્રાઈમ બ્રાન્ચે લુંટારઓ પાસેથી લુંટમાં ગયેલ રોકડ રકમ, મોબાઈલ, મોપેડ સહિત 2 લાખ 86 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *