સુરત પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક
ટ્રાફિક અને માર્ગ સુરક્ષાના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા
સ્થાનિક પ્રશાસનના સંકલનથી પ્રશ્નોનો ઉકેલ લાવવા રજૂઆત
સુરત પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની માસિક બેઠકમાં શહેરના ટ્રાફિક અને માર્ગ સુરક્ષાના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
સુરત પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની માસિક બેઠકમાં શહેરના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ધારાસભ્યો અને સંસદસભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈએ ઈચ્છાપોર અને હજીરા રોડ પર વધતા ટ્રાફિક અને વારંવાર સર્જાતા અકસ્માતોના મુદ્દે પોલીસનું ધ્યાન દોર્યું હતું. હજીરા વિસ્તારમાં આવેલા મોટા ઉદ્યોગોના કારણે ભારે વાહનોની અવરજવર વધી જતાં ટ્રાફિકની સમસ્યા ગંભીર બની હોવાનું રજૂ કરવામાં આવ્યું હતું. રસ્તાઓ પર ગેરકાયદે અને આડેધડ પાર્ક થતા ભારે વાહનોના કારણે અકસ્માતો સર્જાતા હોવાનું જણાવાયું હતું.
ખાસ કરીને રાત્રિના સમયે હાઈવે પરના ગેરકાયદે પાર્કિંગને દૂર કરવાની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત સુરત એપીએમસી માર્કેટ સામે થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા અને ટ્રાફિક પોલીસ તેમજ સ્થાનિક પ્રશાસનના સંકલનથી પ્રશ્નોનો ઉકેલ લાવવા રજૂઆત કરવામાં આવી હતી.
