કોંગ્રેસના કેન્દ્રીય નેતા રાહુલ ગાંધીના મોડાસા ખાતે કાર્યક્રમને લઈ પોલીસ એલર્ટ
આવતી કાલે 16 એપ્રિલ બીએપીએસ હોલ ખાતે યોજાનાર કાર્યક્રમને લઈ પોલીસ સતર્ક
રાહુલ ગાંધીના રૂટ,કાર્યક્રમ સ્થળ,બંદોબસ્ત પોઇન્ટ પર પોલીસ દ્વારા રિહલ્સર યોજાયું
જિલ્લા ના 1200 બુથ સમિતિ લિડરોને આપશે માર્ગદર્શન
કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનની ગુજરાતથી શરૂઆત થશે. 15 એપ્રિલે બપોરે 3 વાગ્યે રાહુલ ગાંધી અમદાવાદ પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા છે. કોંગ્રેસના કેન્દ્રીય નેતા રાહુલ ગાંધીના મોડાસા ખાતે કાર્યક્રમને લઈ પોલીસ એલર્ટ મોડ પર છે.
આવતી કાલે 16 એપ્રિલ BAPS હોલ ખાતે યોજાનાર કાર્યક્રમને લઈ પોલીસ સતર્ક થઇ ગઈ છે. રાહુલ ગાંધીના રૂટ, કાર્યક્રમ સ્થળ, બંદોબસ્ત પોઇન્ટ પર પોલીસે રિહલ્સર કર્યું હતું. ASP, DYSP, PI સહિત પોલીસ ટીમ દ્વારા રિહલ્સર યોજાયું આવતી કાલે સાવરે 10 કલાકે સંગઠન સર્જન અભિયાન નો રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે. જિલ્લા ના 1200 બુથ સમિતિ લિડરોને માર્ગદર્શન આપશે. સમગ્ર દેશ માં જિલ્લા પ્રમુખો ને સત્તા આપતો પાયલોટ પ્રોજેકટનો અરવલ્લી ખાતેથી પ્રારંભ કરાશે.