સુરતમાં સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં ફરાર આરોપી
એક વર્ષથી ફરાર આરોપીને યુપીના મિરઝાપુરથી ઝડપી પાડ્યો
આરોપી આકાશકુમાર નિષાદને કાપોદ્રા પોલીસે ઝડપ્યો
સુરતમાં સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં કાપોદ્રા પોલીસે એક વર્ષથી ફરાર આરોપીને યુપીના મિરઝાપુરથી ઝડપી પાડીને સગીરાને મુક્ત કરાવી હતી. તો આરોપીને પકડવા માટે કાપોદ્રા પોલીસે વેશ પલ્ટો કર્યો હતો.
સુરતની કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કાપોદ્રા પોલીસ મથકની હદમાંથી વર્ષ 2025માં સગીરાનું અપહરણ કરી ફરાર થયેલા આરોપી આકાશકુમાર નિષાદને કાપોદ્રા પોલીસે ઉત્તર પ્રદેશના મિરઝાપુરથી ઝડપી પાડ્યો છે. આરોપી લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી ગયો હતો, જેના બાદ પરિવારે કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મિરઝાપુરના સંવેદનશીલ વિસ્તારમાં આરોપી છુપાયો હોવાની માહિતી મળતા કાપોદ્રા પોલીસે ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરી હતી. મિર્ઝાપુરા જે વિસ્તારમાં આરોપી સંતાયો હતો ત્યાં અગાઉ પોલીસ પર હુમલા જેવી ઘટનાઓ બની ચુકી હોય જેથી પોલીસે આરોપીને ઝપી પાડવા વેશ પલ્ટો કર્યો હતો અને આખરે આરોપીને ઝડપી પાડી સગીરાને મુક્ત કરાવી સુરત લાવી આરોપીની ધરપકડ કરી સગીરાને પરિવારને સોંપી હતી.
