સુરતમાં ફોરેક્સ ટ્રેડિંગના નામે લોકોને લાખોની છેતરપિંડી
છેતરપિંડી કરનાર ગેંગના બેને પુણેથી ઝડપી પાડ્યા
પોલીસે સુનીલ કિશન શિંદે અને વિક્રમ સુરેશ શેટેની ધરપકડ કરી
સુરત સાયબર ક્રાઈમ સેલે ફોરેક્સ ટ્રેડિંગના નામે લોકોને લાખોની છેતરપિંડી કરનાર ગેંગના બેને પુણેથી ઝડપી પાડ્યા છે.
સુરત સાયબર ક્રાઈમ સેલે ફોરેક્સ ટ્રેડિંગ ફ્રોડ મામલે મોટી સફળતા મેળવી છે. શેર માર્કેટમાં મોટો નફો અપાવવાની લાલચ આપી સુરતના એક વ્યક્તિ સાથે 14.60 લાખની ઓનલાઈન છેતરપિંડી કરનાર બે આરોપીઓ સુનિલ કિશન શિંદે અને વિક્રમ સુરેશ શેટેને મહારાષ્ટ્રના પુણે શહેરમાંથી ઝડપી પાડ્યા હતાં. સાયબર ઠગોએ પહેલા ફરિયાદીને વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યો હતો અને ત્યારબાદ બનાવટી ટ્રેડિંગ એપ મારફતે રોકાણ કરાવી વધુ નફાની લાલચ આપી લાખો રૂપિયા અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. તપાસ દરમિયાન ઈન્ડસઇન્ડ બેંકના એકાઉન્ટ મારફતે આ સમગ્ર સાયબર ફ્રોડનો ભાંડો ફૂટ્યો હતો.
પોલીસે સુનીલ કિશન શિંદે અને વિક્રમ સુરેશ શેટેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓના બેંક એકાઉન્ટ સામે દેશભરમાં કુલ 7 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ ચૂકી છે. સોશિયલ મીડિયા અને વોટસએપ મારફતે ચાલતું આ ફોરેક્સ ટ્રેડિંગ ફ્રોડ રેકેટ હવે પોલીસના રડારમાં આવ્યું છે.
