ભાવનગર શહેરમાં જુગાર રમતા સાત બાજીગર ઝડપાયા,

Featured Video Play Icon
Spread the love

ભાવનગર શહેરમાં જુગાર રમતા સાત બાજીગર ઝડપાયા,
પોલીસે જુગારનું સાહિત્ય તથા રોકડા રૂપિયા 22,800/- કબ્જે કર્યા

ભાવનગર શહેરના અલકા ટોકીઝ પાસે જાહેરમાં જુગાર રમતા સાત બાજીગર ઝડપાયા, પોલીસે સ્થળ પરથી જુગારનું સાહિત્ય તથા રોકડા રૂપિયા 22,800/- કબ્જે કર્યા

ભાવનગર શહેરના એ- ડીવિઝન પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમા હોય એ દરમિયાન મળેલી માહિતી આધારે શહેરના અલકા ટોકીઝ પાસે અલીફ પ્લાઝાની સામે આવેલ ખુલ્લી જાહેર જગ્યામાં પૈસા પાના વડે તીન પત્તીનો હારજીતનો જુગાર રમતા 7 જુગારીઓને રંગે હાથ ઝડપી લીધા હતા પોલીસે 7 શખ્સો વિરુદ્ધ જુગરધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથેકથી મળતી વિગતો અનુસાર શહેરના એ ડિવિઝન પોલીસ મથકના જવાનો પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન બાતમી આધારે, શહેરના અલકા ટોકીઝ નજીક આવેલ બોડીયા મહાદેવના ખાંચા પાસે અલીફ પ્લાઝા સામે ખુલ્લી જગ્યામાં રેડ કરતા 7 શખ્સો ગોળ કુંડાળું વળીને પૈસા પાના વડે તીન પત્તીનો જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતા જેમાં મહમદ સુલ્તાનભાઈ શેખ, મહેક જીતુભાઇ પરમાર, શૈલેષ રાજુભાઇ ડાભી, સુરેશ હસમુખભાઈ વાજા, અફઝલ અબ્દુલરહેમાનભાઈ ખોખર, જાહિદ હુસેનભાઈ ખંભાતી, ઇમ્તીયાઝ કરીમભાઇ કાઝી તમામ રહે ભાવનગર વાળાઓને સ્થળ પરથી ગંજીપત્તાના પાના તથા રોકડા રૂપિયા 22,800 સાથે ઝડપી લઇ તમામ શખ્સો વિરુદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં જુગારધારા એક્ટ 12 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *