ભાવનગર કુંભારવાડામાં જુગાર રમતાં ત્રણ શખ્સો ઝડપાયા
પોલીસે સ્થળ પરથી જુગારનું સાહિત્ય તથા રોકડા રૂપિયા 11,390/-કબ્જે કર્યા
ભાવનગર કુંભારવાડાના માઢીયા રોડ પર જુગાર રમતાં ત્રણ શખ્સો ઝડપાયા ડી ડિવિઝન પોલીસે સ્થળ પરથી જુગારનું સાહિત્ય તથા રોકડા રૂપિયા 11,390/-કબ્જે કર્યાં
ભાવનગર શહેરના ડી ડિવિઝન પોલીસ સ્ટેશનના જવાનોએ કુંભારવાડા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ માહિતી આધારે માઢીયા રોડ પર શેરીમાં જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી લઇ ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ગતરોજ શહેરના ડી ડિવિઝન પોલીસ સ્ટેશનના જવાનો કુંભારવાડા વિસ્તારમાં પેટ્રોલિંગમા હોય એ દરમિયાન ચોક્કસ માહિતી આધારે માઢીયા રોડ પર આવેલ શેરી નંબર -9 ભોથા મકવાણાની દુકાન પાસે રેડ કરતા ત્રણ શખ્સો ગોળ કુંડાળું વળીને પૈસા પાના વડે તિનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા જેમાં રૂપેશ ઉર્ફે પોપટ ભરત પટેલીયા ઉં.વ.25, રહે શેરી નંબર 13 માઢીયા રોડ, મહેશ ડાયા મેર ઉંમર વર્ષ 28 રહે.શેરી નંબર 8 માઢીયા રોડ, અને કાળુ રમેશ મકવાણા ઉંમર વર્ષ 20 રહે શેરી નંબર 20, મચ્છી બજાર માઢીયારોડ વાળાઓને સ્થળ પરથી જુગારનું સાહિત્ય તથા જુગારના પટમાં પડેલ રોકડા રૂપિયા 11,390/-સાથે ઝડપી લઇ ત્રણેય વિરુદ્ધ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા એક્ટ 12 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી..
