ભાવનગર વલભીપુરમાં પોલીસની હાજરીમાં છરીના ઝીંકી દીધા
માતા – પુત્રીને સાસરીયાઓએ છરીના ઝીંકી દીધા
સારવાર અર્થે ભાવનગર સર ર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
ભાવનગર વલભીપુરમાં પોલીસની હાજરીમાં માતા – પુત્રીને સાસરીયાઓએ છરીના ઝીંકી દીધા હતા, ઈજાગ્રસ્ત મહિલા તથા તેની માતાને સારવાર અર્થે ભાવનગર સર ર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ભાવનગર જિલ્લાના વલભીપુર ગામે પુત્રીનાં કબ્જાને લઈને એક પરણિતા તથા તેની માતા પર મહિલા પોલીસની હાજરીમાં પાંચ શખ્સોએ હથિયારો વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી ફરાર થઇ જતાં વલભીપુર પોલીસ સમગ્ર ઘટનાનો
તમાશો નિહાળતી-હાથ ઘસતી રહી ગઈ…! સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર વલભીપુર ગામે રહેતી ખુશી ભદ્રેશ વાઘેલા ઉંમર વર્ષ ૨૩ ને તેના સાસરિયાઓ સાથે અણબનાવ હોય આ પરણિતા છેલ્લા કેટલાક સમયથી તેના પિતાનાં ઘરે રહેતી હોય જેમાં ખુશીને તેનાં સાસરીયાઓ વિરુદ્ધ કોર્ટ કેસ દાખલ કરવો હોય આજરોજ વલભીપુર પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલને સાથે રાખી ખુશી સાસરીમાં તેની પુત્રીનો કબ્જો લેવા વલભીપુરમાં બસસ્ટેશન પાછળ ફૂલવાડી વિસ્તારમાં સાસરીમા ગઈ હતી. ખુશી સાથે તેની માતા હંસાબેન પણ હતાં એ દરમ્યાન પુત્રીને ખુશીને સોંપવા મામલે ખુશીના સાસુ, જેઠ, જેઠાણી,દિયર સહિતનાઓએ ઝઘડો કરી સાસરીયાઓએ ખુશી પર છરી વડે હુમલો કરવા જતા ખુશી જીવ બચાવવા પોલીસ વાનમાં બેસી જતા ખુશીનાં દિયરે વાનમાં ઘુસીને ખુશીને છરીના ઘા ઝીંકી દીધા હતા એ દરમ્યાન ખુશીની માતા હંસાબેન બચાવવા વચ્ચે પડતા હુમલાખોરે તેને પણ છરીનો ઘા ઝીંકી દિધો હતો અને હુમલાખોરો ફરાર થઈ ગયા હતા પોલીસની હાજરીમાં માતા,પુત્રી પર હુમલો થતાં પોલીસ પર સવાલો ઉઠ્યા છે આ ઘટનામાં ઇજાગ્રસ્ત ખુશી તથા તેની માતા હંસાબેન ને સારવાર અર્થે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ બનાવને લઈને ભારે ચકચાર મચી જવા પામી છે…
