સુરતના દરિયામાં કરંટથી 3 ફૂટ ઊંચાં મોજાં ઊછળ્યાં
આજે 13 જિલ્લામાં ઓરેન્જ અને 20 જિલ્લામાં યલો એલર્ટ,
આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આજે ડિપ્રેશનમાં ફેરવાય એવી શક્યતા છે, જેના પગલે આગામી સાત દિવસ ગુજરાતમાં છૂટાછવાયાં સ્થળે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ તરફથી માછીમારોને પણ દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. ગુરુવારે સાંજના સમયે અને રાત્રે ભારે પવન સાથે ખાબકેલા વરસાદના કારણે રાજકોટ, અમરેલી, ભરૂચ સહિતના જિલ્લાઓમાં અનેક વૃક્ષો અને હોર્ડિગ્ઝ ધરાશાયી થયાં હતાં. પવનની ગતિ એટલી તેજ હતી કે ઈમારતોની બારીના કાચ તૂટી ગયા હતા. આજે 13 જિલ્લામાં ઓરેન્જ અલર્ટ અને 20 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 2 દિવસ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં હળવા વરસાદની સાથે ઓરેન્જ એઆપવામાં આવ્યું છે. તો અમુક વિસ્તારોમાં વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સાંભળો હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ શું કહ્યું
દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ગાજવીજ અને ભારે પવન સાથે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અહીં પવનની ગતિ 50 કિમી પ્રતિકલાક સુધી નોંધાય તેવી શક્યતા છે. 27 મે સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઇ છે. અરબી સમુદ્રમાં અત્યારે વોલમાર્ક લો પ્રેશર સક્રિય થવાથી આ સ્થિતિ સર્જાઈ છે. આગામી 24 કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે તેવી શક્યતા પણ કરવામાં આવી છે. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી