સુરતમાં મેગા સર્વ રોગ ફ્રી કેમ્પનુ આયોજન કરાયુ
કેમ્પમાં આયુષ્માન કાર્ડ આપવાનો કાર્યક્રમ પણ યોજાયો
ધારાસભ્ય પ્રવિણ ઘોઘારી સહિત સ્થાનિક નેતાઓ સહિતનાઓ હાજર રહ્યા
સુરતમાં હવે દરેક સંસ્થાઓ સાથે સમાજ દ્વારા વિવિધ સામાજક પ્રવૃત્તિઓ કરાય છે ત્યારે શ્રી દ્વારકાધીશ મહિલા ગ્રુપ સુરત દ્વારા મેગા સર્વ રોગ ફ્રી કેમ્પનુ આયોજન કરાયુ હતુ જેમાં ધારાસભ્ય પ્રવિણ ઘોઘારી સહિત સ્થાનિક નેતાઓ સહિતનાઓ હાજર રહ્યા હતાં. તો કેમ્પમાં આયુષ્માન કાર્ડ આપવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો.
સુરતમાં છેલ્લા ઘણા સમયથી સંસ્થાઓ અને સામાજિક આગેવાનો તથા સમાજો દ્વારા વિવિધ સામાજિક કાર્યો કરાય છે. ત્યારે સુરતના શ્રી દ્વારકાધીશ મહિલા ગ્રુપ સુરત દ્વારા મેગા સર્વ રોગ ફ્રી કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતું. આ મેગા સર્વ રોગ નિદાન કેમ્પમાં કરંજ વિધાનસભાના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી સહિત સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતાં. તો મેગા સર્વ રોગ નિદાન કેમ્પ સાથે સાથે રક્તદાન શિબિર અને આયુષ્માન કાર્ડ માટે કાર્યક્રમ યોજાયો હતો. હેલ્થ ચેકઅપ કેમ્પમાં જનરલ ઓપીડી, સ્ત્રી રોગ નિષ્ણાત, ગર્ભાશયના મુખ કેન્સરની પણ તપાસ કરવામાં આવી હતી. તો સમગ્ર આયોજન સ્થાનિક નગરસેવિકા મનીષા આહીર અને શ્રી દ્વારકાધીશ મહિલા ગ્રુપ સુરત દ્વારા કરવામાં આવ્યું હતું.