માંડવીમાં ચૂંટણીલક્ષી બેઠક સફળતા પૂર્વક સંપન્ન
બેઠકમાં અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા
ભારતીય જનતા પાર્ટી નિર્દેશિત, સુમુલ ડેરી સુરતની આગામી સામાન્ય ચૂંટણી સંદર્ભે, ગુજરાત સરકારના મંત્રીશ્રી કુંવરજી હળપતિના નેતૃત્વ હેઠળ, માંડવી બેઠકની ચૂંટણીલક્ષી બેઠક સફળતા પૂર્વક સંપન્ન થઈ.
સદરહુ બેઠકમાં, સુમુલ ડેરીના ડીરેક્ટરશ્રીઓ જયેશભાઈ પટેલ (દેલાડ), ભરતસિંહ સોલંકી (ડાંભા), મન કી બાત, ગુજરાત પ્રદેશ ભાજપાના ક્ષેત્રીય સંયોજકશ્રી જગદીશભાઈ પારેખ, માંડવી તાલુકા / નગર ભાજપાના હોદ્દેદારો, માંડવી તાલુકાની સહકારી સંસ્થાઓના આગેવાનો, માંડવી તાલુકો, જીલ્લો – સુરતની ૧૨૯ દૂધ મંડળીઓના ૮૫ મતદાર પ્રતિનિધિઓ, પ્રમુખશ્રીઓ તથા મંત્રીશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.