સુરતના લસકાણા ખાતે આહીર સમાજની વાડીનો લોકાર્પણ કાર્યક્રમ
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે આહીર સમાજની વાડીનું લોકાર્પણ
સમાજની દીકરીઓએ માથે કળશ મૂકીને મહેમાનોનું સ્વાગત કર્યું
સુરતના કામરેજ નજીક આવેલા લસકાણા વિસ્તારમાં આહીર સમાજની નવનિર્મિત વાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે આ વાડીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આહીર સમાજના યુવાનો અને વડીલો પરંપરાગત પોશાકમાં સજ્જ થયા હતા. સમાજની દીકરીઓએ માથે કળશ મૂકીને મહેમાનોનું સ્વાગત કર્યું હતું.
કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને સાંસદ પૂનમબેન માંડમના આગમન વખતે પુષ્પવર્ષા કરવામાં આવી હતી.કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. લસકાણા ગેટથી આહીર સમાજની વાડી સુધી ડીજેના તાલે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.ઐતિહાસિક રીતે, સૌરાષ્ટ્રમાં પડેલા દુષ્કાળ દરમિયાન માલધારી સમાજના આગેવાનો પોતાના પશુઓ સાથે લસકાણામાં સ્થાયી થયા હતા અને આ વિસ્તારને પોતાની કર્મભૂમિ બનાવી હતી. આજે એ જ સમાજે આ ભવ્ય વાડીનું નિર્માણ કર્યું છે.કાર્યક્રમ દરમિયાન સી.આર. પાટીલે જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા અંગે ટિપ્પણી કરતા જણાવ્યું કે આ મોદીનું નવું ભારત છે, જ્યાં ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે…