સુરતના વરાછામાં મમતા હોસ્પિટલમાં ગર્ભપાત
ભાગેડુ ફાર્માસીસ્ટ રામ ગોપાલ ખંડેલવાલ પકડાયો
અગાઉ પણ ગેરકાયદે ગર્ભપરિક્ષણ કરતા પકડાયો હતો
સુરતના વરાછામાં મમતા હોસ્પિટલમાં આરોગ્ય વિભાગે પાડેલા દરોડામાં ગેરકાયદેસર ગર્ભપાત કરાવનાર ફાર્માસીસ્ટ રામ ગોપાલ ખંડેલવાલ ભાગી છુટ્યો હોય જેને વરાછા પોલીસે ઝડપી પાડ્યો છે. તો આરોપી અગાઉ પણ ગેરકાયદે ગર્ભપરિક્ષણ કરતા પકડાતા જેલમાં ધકેલાયો હતો અને જેલમાંથી બહાર આવતા ફરી આ જ ધંધામાં સંકળાયો હતો.
સુરતના વરાછા વિસ્તારમાં ગેરકાયદેસર ગર્ભપાત કરવાના મમતા હોસ્પિટલમાં આરોગ્ય વિભાગે પાડેલા દરોડામાં ભાગી છુટેલા ગેરકાયદેસર ગર્ભપાત કરાવતા ફાર્મસીસ્ટ રામ ગોપાલ ખંડેલવાલને વરાછા પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપી ફાર્માસીસ્ટ રામ ગોપાલ ખંડેલવાલ વિરુદ્ધ 9 મહિના પહેલા ગેરકાયદેસર ગર્ભપાત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને જામીન પર છુટ્યા બાદ પંદર દિવસ પહેલા જ સિવાય હોસ્પિટલ નું નામ બદલી મમતા હોસ્પિટલ નામ કરી ફરી ગોરખ ધંધા શરૂ કર્યા હતાં. તો આરોપીની તપાસ કરતા તેના કારનામા ગુજરાત પુરતા જ નહી પરંતુ મહારાષ્ટ્રથી રાજસ્થાન સુધી હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે.
