માંડવી ખેતીવાડી ઉત્પન્ન બજાર ખાતે સુમુલની ચૂંટણી યોજાઈ

Featured Video Play Icon
Spread the love

માંડવી ખેતીવાડી ઉત્પન્ન બજાર ખાતે સુમુલની ચૂંટણી યોજાઈ.
દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સુમુલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી

માંડવી ખેતીવાડી ઉત્પન્ન બજાર ખાતે આજરોજ સુરત તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સુમુલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી યોજાઈ.

માંડવી ખેતીવાડી ઉત્પન્ન બજાર ખાતે આજરોજ સુરત તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સુમુલ ની વ્યવસ્થાપક સમિતિ ની ચૂંટણી યોજાઈ હતી. જેમાં માંડવી તાલુકાના કુલ 129 સભાસદમાંથી બપોરે 12 કલાક સુધી 125 સભાસદોએ મતદાન કરવામાં આવ્યું હતું. આ યોજાયેલ સુમુલ ડેરીની ડિરેક્ટર પદની ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી હતી. જેમાં માંડવી બેઠકના ભાજપ સમર્પિત ઉમેદવાર રેસાભાઇ વસાભાઈ ચૌધરી તથા કોંગ્રેસ સમર્પિત ઉમેદવાર રાકેશભાઈ મંગાભાઈ ચૌધરી વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો.જેમાં ભાજપના સુરત જિલ્લા મહામંત્રી શ્રી ઓ રોહિતભાઈ પટેલ તથા જગદીશભાઈ પારેખ તથા ભાજપના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા તથા કોંગ્રેસના પ્રમુખ સતિષભાઈ ચૌધરી તથા મહામંત્રી મિતુલભાઈ ચૌધરી તેમના સમર્થકો સાથે ઉપસ્થિત રહ્યા હતા મતગણતરી તારીખ 17-07-2026 ના રોજ યોજાશે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *