સુરત : સુડા સંસ્કૃતિ રેસીડેન્સીના રહિશોએ વિરોધ પ્રદર્શન કર્યુ

Featured Video Play Icon
Spread the love

સુરત : સુડા સંસ્કૃતિ રેસીડેન્સીના રહિશોએ વિરોધ પ્રદર્શન કર્યુ
રહિશોએ સ્પીડ બ્રેકર મુકવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યુ
કોઈ પણ કામગીરી ન કરાતા સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો
અનેક વખત જીવજંતુ નીકળ્યા હોવાથી લોકોમાં ભય જોવા મળ્યો

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં સુડા સંસ્કૃતિ રેસીડેન્સીના રહિશોએ સ્પીડ બ્રેકર મુકવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ અને અનેક રજુઆતો કરાઈ હોવા છતા સ્પીડ બ્રેકર ન મુકાતો હોવાનો આક્ષેપ કર્યો હતો.

સુરતમાં પાલનપુર જહાંગીરપુરા રોડ પર આવેલ સુડા સંસ્કૃતિ રેસીડેન્સીના રહીશોએ વિરોધ કર્યો હતો. અકસ્માતોના ભયથી સ્પીડ બ્રેકર મૂકવા એક મહિના પહેલા ફરિયાદ કરવામાં આવી હતી. જો કે હજુ સુધી કોઈ પણ કામગીરી ન કરાતા સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. સુડા સંસ્કૃતિ રેસીડેન્સીની આજુબાજુ સફાઈ કામગીરી પણ ન થતી હોવાના આક્ષેપ કરાયા હતા તો અનેક વખત જીવજંતુ નીકળ્યા હોવાથી લોકોમાં ભય જોવા મળ્યો હતો. અને તાત્કાલિક ધોરણે અહીં સ્પીડ બ્રેકર મૂકવામાં આવે સાથે સફાઈ કામગીરી કરવામાં આવે તેવી મુખ્ય માંગ કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *