સુરતમાં અનાથ બાળકો સાથે અનોખી ઉજવણી કરાઈ
અનાથ બાળકોને કપડા, ફટાકડા અને બેગ આપી દિવાળી ઉજવણી
સલાબતપુરા પોલીસે બાળકો સાથે દિવાળીની આનંદ મય ઉજવણી કરી
સુરતના સલાબતપુરા પી.આઈ. સહિત સમાજ સેવીઓની હાજરીમાં ઢીંકા ચિકા ચાર્લી સંસ્થા દ્વારા અનાથ બાળકોને કપડા, ફટાકડા અને બેગ આપી અનોખી દિવાળી ઉજવણી હતી.
સુરતની ઢીંકા ચિકા ચાર્લી સંસ્થાની અનાથ બાળકીઓ સાથે સલાબતપુરાના પી.આઈ. જાડેજા તથા સમાજ સેવી ધર્મેશ ગામી અને સલાબતપુરા પોલીસ મથકના સ્ટાફ સાથે લોકોએ અનાથ બાળકોની સાથે દિવાળીની આનંદ મય ઉજવણી કરી હતી. અને તેઓ સાથે ફટાકડા ફોડી બાળકોને બેગ તથા કપડા આપી અનોખી ઉજવણી કરી હતી. તો પોલીસ સ્ટાફ દ્વારા કરાયેલ આ માનવીય પહેલથી દિવાળી પર્વની સાચા અર્થમાં પ્રકાશ પર્વનુ રૂપ અપાયુ હતું. સ્થલ પર ઉપસ્થિત અધિકારીઓએ કહ્યુ હતુ કે આવનાર સમયમાં પણ પોલીસ સ્ટાફ આવા સામાજિક અને મનવીય કાર્યો કરતા રહેશે.
