વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ

Featured Video Play Icon
Spread the love

વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ
પીએમ ના હસ્તે ગાંધીનગરમાં 5,536 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
રોડ શો દરમિયાન ગાંધીનગર દેશ ભક્તિના રંગે રંગાયુ

ગુજરાતના પનોતા પુત્ર એવા પીએમ મોદી વતન ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત પીએમ મોદી ગુજરાત પ્રવાસે છે. ત્યારે મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને પીએમ મોદીએ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું છે.

વડાપ્રધાનને આવકારવા ગાંધીનગર દેશ ભક્તિના રંગે રંગાયું છે ત્યારે પીએમ મોદીને આવકારવા લોકો ઉમટી પડ્યા હતા અને રાજભવનથી મહાત્મા મંદિર સુધી યોજાયો રોડ શો દરમિયાન ગાંધીનગર દેશ ભક્તિના રંગે રંગાયુ છે. રાજભવનથી મહાત્મા મંદિર સુધીના રોડ શોમાં પીએમ મોદીની ઝલક જોવા રોડ-શોના રુટ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ હાથમાં તિરંગા સાથે PM મોદીને ભવ્ય આવકાર આપ્યો છે.

વડાપ્રધાન મોદી સોમવારથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યાં છે. તેઓ ગઈકાલે સવારે વડોદરા ખાતે આવ્યા હતાં અને ત્યાં રોડ શો યોજ્યો હતો. ત્યાર બાદ તેઓ દાહોદ પહોંચ્યા હતાં અને કરોડો રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ખાતમૂહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.તે પછી તેઓ ભુજ પહોંચ્યા હતાં અને ત્યાં પણ ભવ્ય રોડ શો યોજી જાહેર સભાને સંબોધી હતી. ભુજથી અમદાવાદ આવી તેમણે ભવ્ય રોડ શો કર્યો હતો. તેમણે રાત્રે ગાંધીનગરમાં રાજભવન ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું અને આજે સવારે ફરીવાર તેમના કાર્યક્રમની શરૂઆત રોડ શો થી થઇ હતી. મહાત્મા મંદિરથી 5536 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમૂહૂર્ત કર્યું અને 22,055 આવાસોનું લોકાર્પણ અને સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3નું ખાતમુહૂર્ત તેમજ મ્યુનિસિપલ સંસ્થાઓને 3300 કરોડના ચેક વિતરણ કર્યું….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *