તપોવન આશ્રમ શાળાના 13 વર્ષીય વિદ્યાર્થીનું દુઃખ ન પારખી શક્યો,
મોટા ભાઈ મેઘને રાતભર જાગીને ખોળામાં પંપાળતો રહ્યો,
એકસ્ટ્રા ક્લાસમાં આવ્યો અને શંકાસ્પદ મોત થયું
નવસારી જિલ્લાના નેશનલ હાઇવે 48 પર આવેલી તપોવન આશ્રમ શાળામાં એક દુઃખદ ઘટના બની છે. ધોરણ 9માં અભ્યાસ કરતો 13 વર્ષીય મેઘ શાહ સમયસર સારવાર ન મળવાને કારણે મોત ભેટ્યો છે. તે મધ્યપ્રદેશના ખેતિયાથી એક્સ્ટ્રા ક્લાસ માટે 4-5 દિવસ પહેલાં જ નવસારી આવ્યો હતો.
સુરત નવસારીની તપોવન આશ્રમ શાળામાં તારીખ 24 મી ની રાત્રે લગભગ 1 વાગ્યે મેઘને શરીરમાં દુખાવો થયો હતો. તેણે આશ્રમ શાળાના સહાયક હર્ષદ રાઠવાને જાણ કરી હતી. સીસીટીવી ફૂટેજમાં હર્ષદ રાઠવાએ મેઘને માત્ર એસિડિટીની દવા આપી. આખી રાત તેને પોતાના ખોળામાં રાખ્યો, પરંતુ યોગ્ય તબીબી સહાય લેવાનો પ્રયાસ ન કર્યો. સવારે 8 વાગ્યે તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યાં પહોંચતાં પહેલાં જ તેનું મોત થયું હતું. તેર વર્ષીય વિદ્યાર્થી મેઘ શાહનું સારવાર ન મળવાને કારણે મોત થયું હતું. એને લઇને પરિવારે આશ્રમશાળાના મેનેજમેન્ટ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ગ્રામ્ય પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતક બાળકના શરીરમાંથી વિસેરા લઈ મોતના સચોટ કારણ અંગે તપાસ શરૂ કરી છે, સંસ્થામાં મેનેજર તરીકે કામ કરતા ગંગાધર પાંડે જણાવ્યું હતું કે સમગ્ર ઘટનામાં પોતાના કામમાં બેદરકારી દાખવનાર સહાયક હર્ષદ રાઠવાને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
નવસારીના નેશનલ હાઇવે નંબર 48 પર આવેલી તપોવન આશ્રમશાળા આશરે 35 વર્ષથી શાળા અને હોસ્ટેલ ચલાવે છે, જેમાં આશરે 322 જેટલા વિદ્યાર્થીઓ ભણે છે. હાલમાં વેકેશન હોવા છતાં પણ એક્સ્ટ્રા ક્લાસમાં બાળકોને બોલાવવામાં આવ્યાં હતાં. આ એક્સ્ટ્રા ક્લાસ એટેન્ડ કરવા માટે મેઘ શાહ મધ્યપ્રદેશના ખેતિયાથી છેલ્લા ચાર-પાંચ દિવસ પહેલાં નવસારી આવ્યો હતો. CCTV દેખાતા વીડિયોના આધારે કોઈપણ વ્યક્તિ કહી શકે છે કે જો બાળકને સમયસર સારવાર મળી હોત તો કદાચ તેનો જીવ બચી ગયો હોત, પરંતુ પોતાના કામમાં બેદરકારી દાખવનાર હર્ષદ રાઠવાએ રાત્રિના એક વાગ્યાથી લઈને સવારે 8 વાગ્યા સુધી માત્ર સાંત્વના આપતો રહ્યો હતો. બાદ તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો, પરંતુ ત્યાં સુધી બહુ મોડું થઈ જતાં અધવચ્ચે જ મેઘ શાહનું મોત થયું હતું. …કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી