હવામાન વિભાગે 1 જૂન સુધી રાજ્યમાં છૂટાછવાયાં સ્થળે વરસાદની આગાહી

Featured Video Play Icon
Spread the love

હવામાન વિભાગે 1 જૂન સુધી રાજ્યમાં છૂટાછવાયાં સ્થળે વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ
મહુવા અને હાંસોટમાં અઢી ઇંચ વરસાદથી રસ્તાઓ પાણી પાણી,
જૂનાગઢમાં કાશ્મીર જેવો માહોલ છવાયો

હવામાન વિભાગે 1 જૂન સુધી રાજ્યમાં છૂટાછવાયાં સ્થળે વરસાદની આગાહી કરી છે. આજે તારીખ 27 મે ના મોટા ભાગના જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે છૂટાછવાયાં સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહી સાથે 40 થી 50 ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તારીખ 28 અને 29 મેએ બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ નૈઋત્યના ચોમાસાનું કેરળમાં આગમન થયા બાદ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. કર્ણાટક અને મુંબઈ સુધી ચોમાસું પહોંચ્યું છે. આગામી દિવસોમાં ગુજરાત પણ પહોંચે તેવી શક્યતા છે. હવામાન વિભાગના મતે ગુજરાતમાં સત્તાવાર ચોમાસાનું આગમન 15 જૂને થતું હોય છે. જો કે, આ વર્ષે હજી સુધી આગમનને લઈ કોઈ સંભવિત તારીખ જાહેર કરવામાં આવી નથી. રાજ્યમાં મોડીરાતથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડ, તાપી, છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં મિની વાવાઝોડાની અસર સાથે વરસાદ ખાબક્યો હતો. છોટાઉદેપુરથી અલીરાજપુર નેશનલ હાઇવે 56 ઉપર અંબાલા ખાતે રસ્તા વચ્ચે ઝાડ પડતાં એક કિલોમીટર જેટલો ટ્રાફિકજામ સર્જાયો હતો. તો ગીર પંથકમાં ફરી મેઘમંડાણ થયાં છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢમાં વરસાદને લઈને ગિરનારની રોપવે સેવા બંધ કરી દેવામાં આવી છે

આજે ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરનાં અલગ-અલગ સ્થળે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં, જેમ કે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર-હવેલીમાં અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં, એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *