ઘોઘા રોડ સ્થિત 14 નાળા વિસ્તારમાં ઘરોમાં વસાદી પાણીનો ભરાવો થયો

Featured Video Play Icon
Spread the love

ઘોઘા રોડ સ્થિત 14 નાળા વિસ્તારમાં ઘરોમાં વસાદી પાણીનો ભરાવો થયો
લોકોની ઘરમાં ખરી તેમજ સરસામાન અનાજ સહિતની ચીજ વસ્તુઓ પલળી

ભાવનગર શહેરના ઘોઘા રોડ વિસ્તારમાં આવેલ 14 નાળા સ્થિત મફતનગર વિસ્તારમાં તો મસાલા પ્રથમ વરસાદે છે મોટી સમસ્યા સર્જી છે અંદાજે 100 થી વધુ લોકોના ઘરોમાં વરસાદી પાણીનો ભરાવો થતા ઘરવખરી અને ઘરનું સામાન પલળી જવા પામ્યો છે લોકોને મોટી આર્થિક નુકસાની સહન કરવાની નોબત આવી છે.

ભાવનગર શહેરમાં ચોમાસાનો પ્રથમ વરસાદ આજે વરસ્યો છે માત્ર દોઢ ઇંચ જેવા વરસાદને લઈને શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે ત્યારે ઘોઘા રોડ વિસ્તારમાં આવેલ 14 નાળા સ્થિત મફતનગર માં 100 થી વધુ મકાનોમાં વરસાદી પાણી પહોંચી ગયા છે લોકોના ઘરોમાં ગોઠણ સમા પાણી ભરાતા ઘરમાં રહેલ સામાન તેમજ અનાજ કરિયાણું, ગાદલા ગોદડા, ખાટલા, ઈલેક્ટ્રીક ઉપકરણો પણ આ પાણીમાં પલળી જવા પામ્યા છે આ વિસ્તારમાં મોટાભાગે શ્રમજીવી પરિવારો વચ્ચે છે અને તે સમયે પાણી ભરાયા એ સમયે મોટાભાગના લોકો ઘરથી દૂર મજૂરી કામે ગયા હોય જેને પગલે લોકોને નુકસાની વધુ પ્રમાણમાં થવા પામી હોવાનું જાણવા મળ્યું છે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કંસારા પ્રોજેક્ટ ના કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા આ પાણી મફતનગરમાં રહેતા લોકોના ઘરોમાં ઘૂસી ગયા હોવાનું જણાવ્યું છે આ સમસ્યાને લઈને લોકોને મોટી આર્થિક નુકસાની આવી પડી છે ત્યારે ગરીબ પરિવારની વેદના સાંભળવા કે સમસ્યાનું નિરાકરણ લાવવા સ્થળ પર કોઈ પણ રાજકીય આગેવાનો કે તંત્રના અધિકારીઓ આવ્યા ન હોવાનો આક્ષેપ પણ સ્થાનિક લોકોએ કર્યો છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *