સુરતની સારોલી પોલીસે વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો
ત્રણ મહિનાથી બીએનએસ કલમ 72 મુજબના વોન્ટેડ આરોપી
વોન્ટેડ આરોપી એવા વિનોદ મહેન્દ્ર ભંસાલી જૈનને ઝડપી પાડ્યો
સુરતની સારોલી પોલીસે ત્રણ મહિનાથી બીએનએસ કલમ 72 મુજબના વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ એસઆર વેકરીયાની ટીમ પીએસઆઈ યુબી મેંગપરા સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અપોકો ભાવિકભાઈ અને સજાણાભાઈને મળેલી બાતમીના આધારે સારોલી પોલીસ મથકમાં ત્રણ મહિનાથી બીએનએસ કલમ 72 મુજબનો વોન્ટેડ આરોપી એવા વિનોદ મહેન્દ્ર ભંસાલી જૈનને ઝડપી પાડ્યો હતો. તો આ ગુનામાં અગાઉ ઘેવારામ જગદિશરામ પ્રજાપતિ અને રાજુરામ રામદિન પ્રજાપતિની પોલીસે ધરપકડ કરી હતી.
